Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીનાં GIDC વિસ્તારમાં આવેલ એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટનામાં બે કર્મચારીઓનાં મોત

  • December 06, 2023 

વલસાડ જિલ્લામાં આવેલા વાપીમાં GIDC વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે કર્મચારીઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર વાપી GIDCમાં સરના કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. ઘટના સમયે ત્રણ કર્મચારીઓ જ પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. જેમાંથી બેના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા જ્યારે ત્રીજાની હાલત ગંભીર જણાવાઈ રહી છે જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application