ફરી એક વાર આ કાળઝાળ ગરમીમાં સૌરાષ્ટ્રમાં આવ્યો ભૂકંપ નો આંચકો, 4 મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો 3.7ની તિવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપના બીજા આંચકાની તીવ્રતા 3.4ની નોંધાઈ હતી. બુધવારે બપોરે 3 કલાકને 14 મિનિટે અનુભવાયેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી આંચકાનો અનુભવ નહીવત હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 13 કિલોમીટર દુર નોર્થ-ઇસ્ટમાં હોવાનું સામે આવ્યું છે. જો કે ભૂકંપને કારણે અત્યાર સુધીમાં જાનમાલને નુકસાનને લગતા કોઈ સમાચાર સામે આવ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application