વ્યારાના ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતો વ્યારાથી બારડોલી જતાં નેશનલ હાઇવે નંબર-53 ઉપર સેવન ડે સ્કુલની સામે જાહેર રોડ ઉપરના રસ્તાઓ પર ખાડાઓ પુરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે, જ્યાં ખાડા પૂરતા ત્રણ શ્રમિકોને પૂરઝડપે આવતાં ડમ્પર ચાલકે બે શ્રમજીવીઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાનાં ટીચકપુરા ગામની સીમમાં વ્યારા સોનગઢ નેશનલ હાઇવે પર ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી હતી.
તે દરમિયાન પૂરઝડપે આવેલ ડમ્પર ચાલકે ત્રણ મજૂરોને અડફેટમાં લીધા હતા, જ્યારે પુરઝડપે હંકાવી લાવનાર ડમ્પર ચાલકની બેદરકારીના કારણે થયેલ ગંભીર અકસ્માતમાં બે શ્રમિકો ભાર્ગવભાઈ ઉર્ફે બંટી રાકેશભાઈ વસાવા (રહે.ચિત્તપુર ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ) અને રાકેશભાઈ દાસુભાઈ ગામીત (રહે. ચિત્તપુર ગામ, આમલી ફળિયું, ઉચ્છલ) નાઓનુ ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું, જ્યારે પિયુષભાઈ રજનીકાંતભાઈ ગામીત (રહે.કિકાકુઈ ગામ, સોનગઢ)નો ઈજાગ્રસ્ત થયો હતો. જયારે આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાના કબ્જાનું વાહન સ્થળ ઉપર મૂકી ફરાર થઈ હતો. બનાવ અંગે વ્યારા પોલીસ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500