નડિયાદ-મહુધા રોડ પર આઇશર અને રિક્ષા અથડાતા મુસાફર સહિત બે વ્યકિતનાં મોત નિપજ્યા હતા. એક મુસાફરને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. બનાવ અંગે આઇશર ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી. મળતી માહિતી મુજબ, કઠલાલ તાલુકાના પિઠાઇ ગામના સિરાજ કાસમ મલેક મહુધા સાસરીમાં રહી રિક્ષા ચલાવીને પરિવારને જીવન નિર્વાહ ચલાવે છે. સિરાજ શુક્રવારે સવારે મુસાફરો ભરી નડિયાદથી મહુધા તરફ આવી રહ્યા હતા. ત્યારે ભૂલી ભવાની પાટિયા નજીક મહુધાથી નડિયાદ તરફ જતી આશસર ગાડી રિક્ષા સાથે અથડાઇ હતી. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરધાણ નિકળી ગયો હતો. જ્યારે રિક્ષા ચાલક સિરાજ મલેક (ઉ.વ.૪૬) અને પાછળ બેઠેલા મુસાફરો પૈકી મનાભાઇ મગનભાઇ નાથબાવા (ઉ.વ.૮૦,રહે. મહેસાણા)નું માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જયારે નટુ તળપદા (રહે.મહેસાણા)ને સામાન્ય ઇજા થતા સરવાર માટે ખસેડાયા હતા. ઘટના અંગે યુસુફ કાસમ મલેક (રહે.પીઠાઇ, તા.કઠલાલ)એ આઇશર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application