નર્મદાનાં નાંદોદ તાલુકાનાં વાવડી અને ધાનપોર ગામ પાસે બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા, જયારે બે’જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાવડી ચોકડીથી રામપરા જતાં રોડ પર હરીયાલી ફ્રૂટ પાસે બાલાજી વેફર્સનું કન્ટેનરનાં ચાલકે પોતાના કબ્જાની કન્ટેનર ગાડી પુરઝડપે હંકારી લાવી ગોપાલપુરા ગામનાં સુકાભાઇ કાલીદાસભાઇ વલવીનાં દિકરાની બાઈક સાથે આગળથી અથડાવી ફરીયાદીનાં પોત્ર પરેશને માથાનાં ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પર મૃત્યુ નીપજાવી તથા તેની સાથેના માનવભાઈ તથા અવિનાશભાઈ જેઓને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ કેસની તપાસ પી.એસ.આઈ. કરી રહ્યા છે.
જ્યારે બીજો અકસ્માત રસેલા અને ધાનપોર ગામ પાસે થયો જેમાં નાંદોદ તાલુકાનાં રસેલા ગામના 31 વર્ષીય ઉપેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ રાણા ધાનપોર ગામના પાટીયાથી રસેલા ગામ વચ્ચે વળાંકમાં પોતાના કબ્જાની મોટરસાયકલની પુરઝડપે હંકારી લાવતા પોતાની જાતે બાઈક સ્લીપ મારતા માથામાં જમણી સાઇડમાં ગંભીર ઇજા તથા જમણા પગમાં ઘૂંટણ પાસે તથા પંજાના ભાગે ઇજાઓ પહોંચાડી તેમજ શરીરે અન્ય ઇજાઓ પહોંચાડી પ્રાથમિક સારવાર રાજપીપળા સિવિલ હોસ્પીટલમાં લઇ વધુ સારવાર માટે SSG હોસ્પીટલ વડોદરા ખાતે રીફર કરતા ગતરોજ રાત્રીના સમયે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે બંને અકસ્માતમાં રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application