ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાલે માવઠુ થઈ શકે છે. અમદાવાદમાં બુધવારથી ઠંડી વધી શકે છે. ગાંધીનગરમાં 12 અને અમદાવાદમાં નોંધાયુ 13.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગે 28મી થી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થશે તથા ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમજ 48 કલાક સુધી વરસાદી સિસ્ટમની અસર રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, મોડાસા, મહિસાગર, દાહોદ, પાટણ સહિતના વિસ્તારોમાં બે દિવસ કમોસમી વરસાદ પડી શકે છે. તો પોરબંદર, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે માવઠાની આગાહી કરી છે. જો કે 29 ડિસેમ્બરથી ફરીથી ઠંડીનું જોર વધશે.વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદ બાદ મંગળવારથી ફરીથી ઠંડીનો ચમકારો શરૂ થઈ શકે છે અને ત્રણથી ચાર ડિગ્રી તાપમાન ઘટશે. બાદમાં ફરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500