સુરતના મજુરાગેટ સ્થિત ગાંધી પોલિટેકનીક એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્કિલ્સ અને ટેલેન્ટને પ્રદર્શિત કરવાની તક આપવાના હેતુસર આયોજિત બે દિવસીય નેશનલ લેવલના ટેકનિકલ ફેસ્ટીવલ ‘ટેક વર્ધનમ ૨૦૨૩’નો ભવ્ય શુભારંભ કરાયો હતો, જેમાં ઈનોવેટિવ પ્રોજેકટસ્, મોડલ્સ, પોસ્ટર પ્રેઝન્ટેશન, મેટા ક્રાફ્ટ, ટેકનિકલ સેમિનાર, ડિટેક્ટિવ ટેક ક્વેસ્ટ, રેપિડ રીમ રેલી, સર્કિટ ડિબગિંગ, લોડ બેરિંગ બેટલ, રોબોરશ, ટેક થિંકર હેક ફેસ્ટ, કેડ વોર, માઈન્ડ માસ્ટર ક્વિઝ જેવી વિવિધ ૧૩ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
‘ટેક વર્ધનમ’ ટેક ફેસ્ટમાં ગુજરાતના સુરત, વલસાડ, ભરૂચ, કીમ, કોસંબા અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજની સાથે જ દેશભરમાંથી મુંબઈ, દિલ્હી, યુ.પી અને મધ્યપ્રદેશ મળી ૧૭ કોલેજોના ૧૪૫૮ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં મૂળ ભારતીય યુ.એસ.(અમેરિકા) સ્થિત વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. બે દિવસીય ટેક ફેસ્ટમાં ટેકનિકલની સાથે નોન ટેકનિકલ તથા ફન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application