સોનગઢ તાલુકામાં વર્ષ ૨૦૧૯માં યુવકને આંતરી ઘાતકી હુમલો કરવાના પ્રકરણ કોર્ટે બે આરોપીને સાત વર્ષની સજા ફટકારી છે. ગત તા.૨૭મી જુલાઈ ૨૦૧૯ના રોજ સોનગઢમાં રહેતા અને તત્કાલીન તાપી જિલ્લા વીએચપી પ્રમુખ નિલેશભાઈ ચંદ્રાત્રે રાત્રીના સમયે પોતાની બાઈક લઈ પેટ્રોલ પુરાવવા જવા નીકળ્યા હતા. દરમિયાન ઇસ્લામપુરા નજીક ફોર વ્હીલ ગાડીમાં અબ્દુલ રઉફ આયુબ પઠાણ અને પીરમહમદ તાજ મહમદ પઠાણ બંને રહે,સોનગઢ નાઓએ “આજે તને પતાવી દેવાનો છે.” તેમ કહી લાકડી અને હોકી સ્ટીક વડે હુમલો કર્યો હતો.જે બનાવ સોનગઢ પોલીસ મથકમાં નોંધાયો હતો.
જે કેસ વ્યારા ખાતે તાપી જિલ્લાના એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા જજ દ્વારા સરકારી વકીલની ધારદાર રજૂઆતો અને પૂરતા પુરાવા ને ધ્યાનમાં રાખીને બંને આરોપી અબ્દુલ રઉફ પઠાણ અને પીર મોહંમદ ઉર્ફે પીર તાજ મહમદ પઠાણ બને રહે.સોનગઢને ઈપીકો કલમ ૩૦૭,૩૨૩ અને ૧૧૪મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠેરવી જેમાં ઇપીકો ૩૦૭ મુજબ ના ગુના માં સાત વર્ષની સજા અને દરેકને ૧૦ હજારનો દંડ તેમજ ઇ.પી.કો કલમ ૩૨૩ મુજબ ત્રણ માસની સજા અને ૧ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application