પાંચેક વર્ષ પહેલાં રાત્રિ દરમિયાન અમદાવાદથી સુરત બસ સ્ટેશને ઉતરેલી એકલી યુવતિને ભોળવીને પોતાની રૂમ પર લઈ જઈ ગેરકાયદે ગોંધી રાખી મિત્રના મેળા પિપણામાં બળાત્કાર ગુજારી અને ઓવરડોઝ પીવડાવી હત્યાનો પ્રયાસ કરનાર રિક્ષા ચાલક 2 આરોપીને એડીશ્નલ સેશન્સ જજે તમામ ગુનામાં દોષી ઠેરવ્યા હતા. કોર્ટે બંનેને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સખ્તકેદ, 20 હજાર દંડ અને ન ભરે તો વધુ 6 માસની કેદની સજા ફટકારી હતી. કોર્ટે આરોપીઓએ ભરેલા દંડની રકમમાંથી ભોગ બનનારને 20 હજાર તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 5 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.
બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-વાપીની બસમાંથી ગત તા.2/12/2017નાં રોજ રાત્રિ દરમિયાન સુરત બસ સ્ટેશને ઉતરેલી એકલી યુવતિને બાંકડા પર બેઠેલી જોઈને મૂળ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના વતની 23 વર્ષીય યુવતીને આરોપી રિક્ષા ચાલક છોટારામ ઉર્ફે છોટુ શ્રીરામ વકીલ કુશ્વાહા (રહે.દિવાળીબાગ સોસાયટી, સીમાડા ગામ) નાએ તેને પુછ્યું હતું કે, ક્યાં જવું છે બસમાં કે રિક્ષામાં જવું છે. ત્યારે ડીસ્ટર્બ લાગતી યુવતીએ અમદાવાદ જવું છે તેવું કહેતા આરોપીએ અમદાવાદની બસ સવારે ચાર વાગ્યે છે તેમ કહીને જતો રહ્યો હતો. ફરિયાદી ઉભી થઈને ચાલવા જતાં અશક્તિને લીધે ચક્કર આવતાં આરોપીએ બીજા ઓટો રિક્ષાવાળા તમને હેરાન કરશે તેવું કહીને તારા ઘરે ફોન કરી આપીશ એવું કહીને વિશ્વાસ કેળવી પોતાની રૂમ પર લઈ ગયો હતો.
જ્યાં યુવતીને ગોંધી રાખી આરોપી છોટારામ તથા તેના મૂળ મધ્યપ્રદેશ મુરૈના જિલ્લાના વતની રિક્ષા ચાલક મિત્ર રામુસિંગ ઉર્ફે માલીયા રાકેશ સિંગ સિકરવાર રાજપુતે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ યુવતીના પર્સમાંથી પેરેસીટામોલ તથા કોમ્બીફલેમની ટેબ્લેટનો ઓવરડોઝ પરાણે ખવડાવીને હત્યાનો પ્રયાસ કરી યુવતીને સ્મીમેર હોસ્પિટલના ગેટ પાસે છોડીને નાસી ગયા હતા. જોકે યુવતીએ મહીધરપુરા પોલીસમાં છોટું નામના આરોપી રિક્ષા ચાલક તથા તેના મિત્ર વિરુધ્ધ ફરિયાદ નોંધાવાત સીસીટીવી ફુટેજના આધારે બંનેની ધરપકડ કરી લેધી હતી.
જયારે કેસની અંતિમ સુનાવણી બાદ ફરિયાદપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ તથા એપીપીની રજૂઆતાનો આધારે બંને આરોપીઓને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદ પક્ષની કેસની હકીકતને મેડીકલ તથા એફએસએલના સાંયોગિક પુરાવાથી સમર્થન મળે છે. જેનું ખંડન કરવા આરોપીના બચાવપક્ષે કોઈ ઠોસ પુરાવો રજુ કરી સંપૂર્ણ હકીકતનું ખંડન તથા પોતાની ગુનાઈત માનસિકતા નહોતી તે પુરવાર કર્યું નથી અને આમ જજે તમામ સબુતોને આધારે બંનેને બળાત્કારનાં ગુનામાં 20 વર્ષની સખ્તકેદ, 20 હજાર દંડ અને ન ભરે તો વધુ 6 માસની કેદની સજા ફટકારી હતી. કોર્ટે આરોપીઓએ ભરેલા દંડની રકમમાંથી ભોગ બનનારને 20 હજાર તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 5 લાખ વળતર ચુકવવા નિર્દેશ પણ આપ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500