Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધના ઝોનનાં આકારણી વિભાગનાં બે ક્લાર્ક લાંચ લેતાં ઝડપાયા

  • June 12, 2024 

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનનાં આકારણી વિભાગનાં બે ક્લાર્કને વેરો રીકવીજેશનની કાર્યવાહી કરવા માટે રૂપિયા 35 હજારની લાંચ લેતા એ.સી.બી.એ છટકું ગોઠવી ખરવર નગર રોકડીયા હનુમાન મંદિરની પાછળ જય બજરંગ પાન એન્ડ ફુલ સેન્ટરની સામેથી રંગેહાથ ઝડપી લીધા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વ્યક્તિ દર વર્ષે તેમના મકાનનો વેરો ભરે છે.


મકાનનો વેરો દર ત્રણ વર્ષે રીકવીજેશન કરવાનો થતો હોય વેરો રીકવીજેશનની કાર્યવાહી કરવા માટે તે વ્યક્તિએ મહાનગરપાલિકાના સાઉથ ઝોન એ (ઉધના ઝોન)માં રજુઆત કરતા આકારણી વિભાગમાં ફરજ બજાવતા બે ક્લાર્ક જીજ્ઞેશકુમાર ચીમનભાઇ પટેલ અને મેહુલકુમાર બાલુભાઇ પટેલે રૂપિયા 35 હજારની લાંચની માંગણી કરી હતી. આ અંગે તે વ્યક્તિએ સુરત એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. સુરત એ.સી.બી. એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ.સી.બી. પીઆઈ કે.જે.ધડુકે આજરોજ છટકાનું આયોજન કર્યું હતું.


છટકા મુજબ ઉધના કેનાલ રોડ ખરવર નગર રોકડીયા હનુમાન મંદિરની પાછળ જય બજરંગ પાન એન્ડ ફુલ સેન્ટરની સામે તે વ્યક્તિ ક્લાર્ક મેહુલકુમાર પટેલને મળ્યા હતા અને વાત કરી લાંચના રૂપિયા 35 હજાર સ્વીકાર્યા તે સાથે જ એ.સી.બી. ત્રાટકી હતી. એ.સી.બી.એ ત્યાંથી બંને ક્લાર્ક મેહુલકુમાર પટેલ અને જીજ્ઞેશકુમાર પટેલને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ક્લાર્ક જીજ્ઞેશકુમાર પટેલનો પગાર રૂપિયા 35 હજાર જયારે ક્લાર્ક મેહુલકુમાર પટેલનો પગાર રૂપિયા 36 હજાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application