નિઝર તાલુકાનાં જુના બોરઠા(આડદા) ગામની સીમમાંથી પસાર થતી અમરગંગા નદીના ઉકાઈ જળાશયના પાણીમાં નાહવા ગયેલ દેવલપાડા ગામના બે બાળકો ઊંડા પાણીમાં તણાઈ જતા ડૂબી જવાથી મોતની ભેટ્યા હતા જયારે બંને બાળકોનાં મોતથી ઘટનાને પગલે પંથકમાં ગમગીન છવાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ઉકાઈ જળાશય પાણીમાં ડૂબી જવાથી બે બાળકોના કરુણ મોતની ઘટનાને લઈ પંથકમાં ખડભળાટ મચાવી દીધો છે. જયારે ગત તારીખ 28/02/2024નાં રોજ જુના આમોદા ગામમાં ઉકાઈ જળાશયના પાણીમાં નાહવા ગયેલ બે બાળકોએ જીવ ગુમાવ્યાની ઘટના હજુ ભુલાઈ નથી.
ત્યાં જુનાબોરઠા(આડદા) ગામમાં ઘટનાનું તારીખ 9નાં રોજ ફરી પાછું પુનરાવર્તન થયું હતું નિઝર તાલુકાનાં દેવલપાડાનાં રહીશ રુદ્રભાઈ સંજયભાઈ વળવી (ઉ.વ.11) અને જીગરભાઈ વિલાસભાઈ પાડવી (ઉ.વ.12)નાંઓ તારીખ 09/૦૩/24ના રોજ આશરે બપોરે 03:30 વાગ્યાના અરસામાં સાયકલ લઈને દેવલપાડા ગામ નજીક આવેલ જુના બોરઠા(આડદા) ગામની સીમમાંથી પસાર થતી અમરગંગા નદીનાં ઉકાઈ જળાશયનાં પાણીમાં નાહવા ગયા હતા. બંને બાળકો જળાશયનાં પાણીમાં નહાતી વખતે ઊંડા પાણીમાં તણાઈ જતા ડૂબી જવાથી બંને બાળકોનાં મોત થયા હતા. બાળકો ગુમ થતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરતા સવારે બંનેના મૃતદેહ જળાશયમાંથી મળી આવ્યા હતા. ઘટનાને પગલે દેવલપાડા ગામમાં બે બાળકોનાં અચાનક મોતથી ગામમાં ગમગીન છવાઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application