ભરૂચનાં નેત્રંગ તાલુકાનાં શણકોઇ ગામ પાસેથી પોલીસે એક ટ્રકમાં ખિચોખીચ અને કૃરતાપુર્વક બાંધેલી 16 ભેંસોને બચાવી હતી. જોકે પ્રાથમિક પુછપરછમાં ચાલકે કબુલ્યું હતું. નેત્રંગ પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડમાં હતાં તે સમયે ગેરકાયદે રીત પશુઓની હેરાફેરી થવાની બાતમી તેમને મળી હતી. જેના પગલ તેમણે નેત્રંગનાં શણકોઇ ગામનાં પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતાં ટીમે તેને અટકાવી અંદર તપાસ કરતાં તેમાં 16 ભેંસોને કૃરતાપુર્વક ટૂંકી દોરી વડે બાંધી હોવાનું જણાયું હતું. ઉપરાંત ભેંસો માટે ઘાસચારો કે પાણીની કોઇ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી.
તેમજ ભેંસોને ઉભા રહેવા મો તળવામાં રેતી પણ પાથરી ન હતી. ટીમે તેમના નામ પુછતાં ચાલકનું નામ જીસાન દાઉદ મન્સુરી (રહે.લુકમાન પાર્ક, ભરૂચ) તથા ક્લિનરનું નામ હમઝહ અબ્દુલ રહમ ઇબ્રાહિમ પટેલ (રહે.આછોદ,આમોદ) હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ટ્રક માલિક આરિફ કાસમ મન્સુરી (રહે.પાલેજ)ના કહેવાથી સબર હોટલ પરથી બલ્લુ હાજીની ભેંસો ભરી તેઓ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે આવેલાં માર્કેટ યાર્ડમાં જઇ રહ્યાં છે. જેના પગલે ટીમે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application