Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાંથી વરલી મટકાનાં આંકો ઉપર જુગાર રમતા બે ઝડપાયા

  • October 10, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં મચ્છી ગલીમાં આવેલ પુલીયા પાસે જાહેરમાં ગેરકાદેસર મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર પૈસાવતી હારજીતનો જુગાર રમાડતો અને રમતો આમ બે જુગારીઓને સ્થળ ઉપરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી તારીખ ૦૭/૧૦/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી તથા જુગાર અંગેની રેઈડ માટે નીકળ્યા હતા.


તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ મચ્છી ગલીમાં આવેલ પુલીયા પાસે જાહેરમાં કેટલાક ઈસમો મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો પર પૈસાવતી હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચી ત્યાં રેડ કરતા બે ઈસમો મળી આવ્યા હતા. જેમાં બંનેનું નામ પૂછતા પહેલા તેનું નામ, સલમાન ફિરોઝ કુરેશી (રહે.ઇસ્લામપુરા, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું અને બીજાનું નામ પૂછતા તેણે પોતાનું નામ, જીતુભાઈ ભૂલજીભાઈ ગામીત (રહે.ઘોડા ગામ, પટેલ ફળિયુ, તા.સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે જુગાર રમવાના સાધનો સહિત રૂપીયા 8,200/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ બંને જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application