તાપી જીલ્લામાં આજે વધુ 2 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 673 થયો છે. આજે વધુ 3 દર્દી સાજા થયા. અત્યાર સુધી કુલ 607 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 29 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.કોરોના ની સારવાર દરમિયાન આજદિન સુધી કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.16-ઓકટોબર નારોજ કોરોના પોઝીટીવના વાલોડ અને વ્યારામાં 1-1 કેસ નોંધાયો છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 370 સેમ્પલ લેવાયા છે.
16-ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ.....
(1) 72 વર્ષિય પુરુષ, ગોલવાડ મેઇન રોડ,રામા રીજન્સીની સામે-વ્યારા
(2) 40 વર્ષિય પુરુષ , ગ્રામ પંચાયતની સામે,સુથાર ફળિયું,બાજીપુરા-વાલોડ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500