મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો બારડોલીથી સોનગઢ તરફ જતા રોડ ઉપરનાં ચેક પોસ્ટ પાસેથી ગત તારીખ ૧૪/૦૯/૨૦૨૪નાં રોજ ગેરકાયદેસર રીતે અને ખીંચો ભરી ટૂંકી દોરીથી બાંધી તથા ટેમ્પોમાં ઘાસ-ચારા કે પાણીની વ્યવસ્થા નહિ રાખી તેમજ પ્રાથમિક સારવારના સાધનો રાખ્યા વગર કે કોઈ સત્તાધારી અધિકારીનાં પ્રમાણપત્ર રાખ્યા વગર ટેમ્પો નંબર આરજે/૨૧/જીઈ/૪૧૪૨નો ચાલક સુફિયાનખાન ઈસ્માઈલખાન પઠાણ (રહે.વાધણા ગામ, નાની મસ્જીદ પાસે, તા.સિદ્ધપુર, જિ.પાટણ) તથા ટેમ્પોમાં બેસેલ ક્લીનર જેનું નામ, સલમાન જાકીર હુસેન મંસુરી (રહે.ખડીયાસણ, મસ્જીદવાસ, તા.સિદ્ધપુર, જિ.પાટણ)નાંએ ટેમ્પોમાં કુલ ૧૬ નંગ ભેંસ મળી આવી હતી.
તેમજ બીજો ટેમ્પો નંબર જીજે/૧૬/એયુ/૯૮૩૯નો ચાલક જેનું નામ ઈમરાન અયુબ શેખ (હાલ રહે.ભરૂચ, જંબુસર ચોકડી, વેલ્ફર કોમ્પ્લેક્ષ, ભરૂચ, મૂળ રહે.નવાપુર, દેવલ ફળિયું, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) અને તેમાં બેસેલ ક્લીનર જેનું નામ, ફૈઝનઅલી તસલીમઆરીફ સૈયદ (રહે.પાલેજ જહાંગીરપાર્ક, ભરૂચ)નાંએ પોતાના કબ્જાનાં ટેમ્પોમાં ૧૫ નંગ ભેંસ હતી. આમ, બંને ટેમ્પો મળી ૩૧ નંગ ભેંસ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૯,૩૦,૦૦૦/- અને બે ટેમ્પો જેની કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦/- તથા અલગ અલગ કંપનીનાં ૪ નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૭,૪૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે રૂકમુદ્દિન કુતુબુદ્દીન નાગોરી (રહે.સિદ્ધપુર, તા.સિદ્ધપુર, જિ.પાટણ) અને સબ્બીર યુસુફ દિવાન (રહે.વલણ ગામ, તા.કરજણ, જિ.વડોદરા) ભેંસો વલણ ગામેથી ભરી આપી હતી અને આ ભેંસો ધુલિયા માર્કેટમાં ઉતારવા હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ટેમ્પોમાં પશુ ભરી લઈ જતાં ૬ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500