Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈનાં પાથરડામાં અપંગ યુવકને મારનાર બે ભાઈઓ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • June 24, 2024 

ઉકાઈની પાથરડા કોન્ટ્રાક્ટ કોલોની ખાતે રહેતા 39 વર્ષીય બાબુભાઈ વડારી એક પગે અપંગ છે. તેમના પર ગત તારીખ 20/06/2024નાં રાત્રે જૂની અદાવતમાં હોકી સ્ટિકથી જીવલેણ હુમલો કરનાર બે સગા ભાઈઓને પોલીસે સોનગઢ ચેક પોસ્ટ પાસેથી ઝડપી લીધા હતા. ઉકાઈ સેક્ટર-4 સ્થિત પાથરડા કોન્ટ્રાક્ટર કોલોની ખાતે રહેતા બાબુભાઈ કાશીનાથ વડારી (ઉ.વ.39) પોતાની માતા ભીમાબેન તેમજ મામા લક્ષ્મણભાઈ વડારી સાથે ગત તારીખ 20/06/2024નાં રાત્રિના 11.15 વાગ્યાનાં અરસામાં પોતાના ઘરની બહાર પલંગ પર બેસી વાતો કરતા હતા.


ત્યારે રાજેશભાઈ ગણેશભાઈ ધોબી (ઉવ.26, ૨હે.ડીડોલી, જિ.સુરત) તેમજ તેનો ભાઈ સચિન ગણેશભાઈ ધોબી (ઉવ.23., રહે.કોન્ટ્રાકટર કોલોની,ઉકાઈ) મોટર સાયકલ પર ત્યાં આવી જૂની અદાવતમાં પહેલા સચિન ધોબીએ બાબુભાઇનો કોલર પકડી ઢીકમુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન રાજેશ ધોબીએ પોતાની મોટર સાયકલમાંથી હોકી સ્ટિક કાઢી બાબુ વડારીના માથામાં ઉપરા છાપરી ફટકા મારી લોહીલુહાણ કરી ભાગી છુટ્યા હતા. આ મામલામાં ઉકાઈ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને બંને આરોપીઓ નાસતા ફરતા હતા. પોલીસે તારીખ 23/06/2024ની મધ્ય રાત્રે 2.45 વાગ્યે બંને આરોપીઓને સોનગઢ ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application