સુરતના અમરોલી-કોસાડ આવાસમાં ઉત્સાહભેર આઠમના ગરબા રમાય રહ્યા હતા ત્યારે વાહન પાર્કીંગ મુદ્દે થયેલા ઝઘડામાં બે સગા ભાઇની ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે પોલીસે હત્યારા સ્થાનિક ત્રણની અટકાયત કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવરાત્રિ વચ્ચે અમરોલી-કોસાડમાં આઠમના ગરબામાં લોહીયાળ બનવા પામ્યું હતું. કોસાડ આવાસમાં ગરબા સ્થળે વાહન પાર્ક કરી આડશ કરવામાં આવી હતી. આ વાહન હટાવવા મુદ્દે સ્થાનિક વિસ્તારના પરપ્રાંતિય માથાભારે તત્વોએ માથાકૂટ કરી હતી. જોકે આ ઝઘડામાં મામલો શાંત પડી ગયો હતો. પરંતુ અડધો કલાક બાદ માથા ભારે તત્વો ચપ્પુ જેવા હથિયાર સાથે ઘસી આવી બે સગા ભાઇ પ્રવિણ અને રોહિતને ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાને કારણે મોત થયું હતું. પોલીસે હત્યા કરનાર ત્રણને ડિટેઇન કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application