નવસારી શહેરમાં થઈ રહેલ મોબાઈલ ચોરીનાં ગુનાઓ શોધવા માટે નવસારી પોલીસ સક્રિય બની હતી, જેમાં નવસારી ટાઉન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોબાઈલ ચોરીમાં સંડોવાયેલો એક યુવક શહીદ ચોક વિસ્તારમાં ફરી રહ્યો છે. જેથી પોલીસે શહીદ ચોક પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો યુવક આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો. જોકે પોલીસ પૂછપરછમાં પકડાયેલા મોબાઈલ ચોરે પોતાનું નામ રણજીત નટવર દંતાણી (ઉ.વ.20) હોવાનું જણાવ્યું હતું અને રણજીત તેના બે ભાઈઓ પ્રહલાદ અને રવિ સાથે મળીને મોબાઈલ ચોરી કરતો હતો. જયારે મોબાઈલ ચોર્યા બાદ ક્યારેક રવિ તો ક્યારેક પ્રહલાદ મોબાઈલ વેચી દેતા હતા. જેથી પોલીસે રણજીતની મદદથી રવિ દંતાણીને પકડી પાડ્યો હતો. જોકે પ્રહલાદ પોલીસને હાથે આવતા રહી ગયો હતો. પોલીસે આરોપી રણજીત દંતાણી અને રવિ દંતાણીની ધરપકડ કરી, ચોરીના 7 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા સાથે જ આરોપી પ્રહલાદને વોન્ટેડ જાહેર કરી, તેને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application