મહિધરપુરા કંસારા શેરી સત્યનારાયણ બિલ્ડિંગમાં આવેલી શેરબજારની ઓફિસમાં સાંજે પોલીસે રેડ પાડી શેરબજાર ડબ્બા ટ્રેડીંગનો શેર સટ્ટો રમાડતા બે શેરદલાલને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ૧૩ હજાર, લેપટોપ, કોમ્પ્યુટર, સી.પી.યુ, ટી.વી સહિત કુલ રૂપિયા ૭૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
સર્વલન્સ સ્ટાફના માણસોઍ સાંજે કંસારા શેરી સત્યનારાયણ બિલ્ડિંગમાં બીજા માળે આવેલી શેરબજારની ઓફિસમાં રેડ પાડી હતી. તપાસ દરમિયાન ઓફિસમાં વિમલ વાડીલાલ મોરખીયા (રહે.રીજન્ટ રેસીડેન્સી પાલ, મૂળ લવાણા,તાલુકો. દિયોદર, જીલ્લો બનાસકાંઠા) અને મુકેશ ઈશ્વર પટેલ (રહે, છપ્પનીયો મહોલ્લો અડાજણ) ઓફિસમાં પોતાના આર્થીક લાભ માટે ગેરકાયેદસર રીતે લાયસન્સ, પરવાનગી કે રજીસ્ટ્રેશન સ્ટ્રોક ઍક્સચેજના કાયદાસરના સભ્ય નહી હોવા છતાંયે સ્ટોક ઍક્ષચેન્જ દ્વારા અધિકૂત સિવાયની જગ્યાઍ શેર ભાવની બોલી બોલી તેને લે-વેચ કરી ડબ્બા ટ્રેડીંગનો શેર શટ્ટો ગેરકાયદેસર રીતે વિધૂત ઉપકરણો દ્વારા રમાડતા ઝડપાયા હતા. પોલીસે શેરબજારના ડબ્બા ટ્રેડીંગના રમાડતા ઝડયાપેલા બંને જણા પાસેથી રોકડા ૧૩,૧૩૦, લેપટોપ, મોબાઈલ, કોમ્પ્યુટર, સી.પી.યુ, સેટટોપ બોક્ષ, સહિત કુલ રૂપિયા ૭૦,૬૩૦નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ પીઍસઆઈ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500