Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિજલપોરના ડોલી તળાવ નજીક ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાના રેકેટમાં બે સામે ગુન્હો નોંધાયો

  • February 06, 2025 

બે વર્ષ પહેલાં વિજલપોરના ડોલી તળાવ નજીકની એક સોસાયટીમાંથી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડેલા ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાના રેકેટમાં એફએસએલનો રિપોર્ટ આવતા પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. મુજબ નવસારી એસ.ઓ.જી. પોલીસે સન ૨૦૨૩ના બીજી ડિસેમ્બરના રોજ બાતમીના આધારે વિજલપોર ડોલી તળાવ પાસે આવેલ શ્રી નોર્થ લેકવ્યૂ રેસિડેન્સીના એક મકાનમાં છાપો મારી બાન્ડેડ કંપની નામે ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવી વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડી ૨૫ લિટર પ્રોપાઈલ આલ્કોહોલ સ્પીરિટ, આલ્કોહોલ વ્હીસ્કી ફ્લેવર તથા કલર સહિતનો સામાન કબજે કરી જેના થકી બોટલમાં ભરેલ બ્રાન્ડેડ લોર્ડ જોહન ડીલક્ષ વ્હીસ્કીની બોટલો પણ કબજે કરાઈ હતી.


આ ગુનામાં વિજલપોર પોલીસે હિમાંશુ નરેશ પટેલ (ઉ.વ.૨૪, રહે.સી-૧૦, શ્રી નોર્થ લેકવ્યુ રેસિડેન્સી, વિજલપોર, નવસારી) અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળક સામે જાણવા જોગ નોંધ કરી હતી. જ્યારે પોલીસે કબજે કરાયેલી ઈંગ્લિશ દારૂની બોટલો બ્રાન્ડેડ લોર્ડ જોહન ડીલક્ષ વ્હીસ્કી ડુપ્લિકેટ છે કે, કેમ તેની ખરાઈ કરવા માટે એફએસએલમાં મોકલાઈ હતી. જેના રિપોર્ટમાં ઈંગ્લિશ દારૂ નકલી હોવાનું બહાર આવતા વિજલપોર પોલીસે આરોપી હિમાંશુ પટેલ અને કાયદા સંઘર્ષમાં આવેલ સગીર સામે ઈ.પી.કો. ૪૨૦, ૪૮૨, ૪૮૬ તથા પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application