સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલ આરાધના લેક ટાઉન વિભાગ-૨ ઘર નંબર ૧૧માં આયુ ક્લિનિક ખોલીને ડીગ્રી વગરનો ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. જેથી એસ.ઓ.જી.ની ટીમે સ્થળ પર દરોડો પાડી બોગસ ડોક્ટર વિશાલ ધનસાજ લોટન સોનવણે (ઉ.વ.૩૧., રહે.વિનાયક નગર, પાંડેસરા, ઉધના, સુરત)ને મેડીકલની સામગ્રી તથા વિવિધ દવાઓ મળી કુલ ૧૩,૧૯૯ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો તેમજ જોળવા ગામે આવેલી અનમોલ રેસીડેન્સી રાધે કોમ્પલેક્ષ દુકાન નંબર-૧માં ગેસકાયદેસ રીતે દવાખાનું ચલાવી રહેલ હાર્દીકભાઈ પુનાભાઈ વસ્તાભાઈ કાતરીયા (ઉ.વ.૩૭., રહે.માકણા ગામ, તા.કામરેજ) પણ પોલીસે મેડીકલની સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ ૨૧,૦૦૩ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500