વ્યારા તાલુકાના ઉંચામાળા ગામના દેવાણી ફળીયામાં રહેતા ફકીરભાઈ કોંકણભાઈ ચૌધરી(ઉ.વ.57) પોતાની મોટરસાઈકલ નં.જીજે/26/એમ/1785 લઈને 13 વર્ષીય બાળક શ્રેય સોહીનભાઈ ચૌધરી સાથે નીકળ્યા હતા, તે દરમિયાન વ્યારા-માંડવી રોડ ઉપર ચાંપાવાડી પાસેથી આવી રહેલ અન્ય એક મોટરસાઈકલ નં.જીજે/30/સી/8622ના ચાલકે ફકીરભાઈ ચૌધરીના મોટરસાઈકલ સાથે અથડાતા અકસ્માત થયો હતો. બે મોટરસાઈકલો વચ્ચેના અકસ્માતમાં ફકીરભાઈને માથા તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળ પર મોત થયું હતું, જ્યારે તેમની સાથેના બાળક શ્રેયને કમરના ભાગે ઈજા થઈ હતી તથા સામેના મોટરસાઈકલ ચાલક આહવા તાલુકાના મનીષ નામના શખ્સને ગંભીર ઈજા સાથે વ્યારાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગેની ફરિયાદ અતુલ ફકીરભાઈ ચૌધરીએ આહવાના મોટર ચાલક સામે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application