મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ચાંપાવાડી ગામનાં પંઢાર ફળિયાની સીમમાંથી પસાર થતો વ્યારા-માંડવી નેશનલ હાઈવે ઉપર ઈકો કાર અડફેટે આવતાં બાઈક સવાર બંને જણા ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, વ્યારાનાં ઉંચામાળા ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા સતિષભાઈ લક્ષ્મણભાઈ ગામીત (ઉ.વ.45)નાઓ ગત તારીખ 01/૦૩/2024નાં રોજ સવારનાં સમયે પોતાના કબ્જાની હીરો હોન્ડા કંપનીની સ્પેલેન્ડર બાઈક નંબર GJ/19/K/9285 ઉપર તેના મિત્ર સતિષભાઈ મણીલાલભાઈ ગામીત સાથે વ્યારાથી રબરનાં પાઈપ લઈ આવતાં હતા.
તે સમયે ઈકો કાર નંબર GJ/26/AB/7388નાં ચાલકે પોતાના કબ્જાની કાર ઉંચામાળા તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ચાંપાવાડી ગામનાં પંઢાર ફળિયાની સીમમાંથી પસાર થતો વ્યારા-માંડવી નેશનલ હાઈવે નંબર-56 ઉપર બાઈક ચાલકને આગળનાં ભાગે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલકને ડાબા પગ તથા ડાબા હાથના કાંડાનાં ભાગે ફેકચર કરી તેમજ માથાનાં ભાગે તથા શરીરે નાની-મોટી ઈજા પહોંચી હતી, જયારે પાછળ બેસેલ સતિષભાઈ મણીલાલભાઈ ગામીત નાઓને પણ મૂઢ મારની ઈજા પહોંચી હતી. બનાવ અંગે લક્ષ્મણભાઈ ગામીત નાંએ તારીખ ૦૩/૦૩/2024નાં રોજ કાકરાપાર પોલીસ મથકે ઈકો કારનાં ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application