ભરૂચમાં ઝઘડિયા તાલુકાનાં ગોવાલી ગામ નજીક એક લક્ઝરી બસ અને બાઇક વચ્ચેનાં અકસ્માતમાં બાઇક સવાર બે ઇસમનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝઘડિયાનાં મોટા સાંજા ગામના 36 વર્ષિય ટીનીયા ઠાકોર વસાવા તેમજ ડેડિયાપાડાનાં સામરપાડા ગામના 54 વર્ષિય બાબુ દુર્લભ વસાવા તારીખ 27 ગુરુવારે સવારે બાઈક નંબર GJ/16/CA/5860 લઈ તરિયા ધંતુરિયા ગામે મજૂરીકામ કરવા જવા માટે નીકળ્યા હતા. જયારે બંને સવારનાં 6 વાગ્યાનાં અરસામાં ગોવાલી ગામ નજીકથી પસાર થતા હતા. તે સમયે એક લક્ઝરી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટીનીયા અને બાબુનાં મોત થયાં હતાં. અકસ્માત અંગે જયંતી ઠાકોર વસાવાએ લક્ઝરી છોડી નાસી ગયેલા ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application