ગુજરાત નું રાજકારણ ફરી સમગ્ર રાજ્ય સહીત દેશમાં ચર્ચા માં આવ્યું કારણકે ગુજરાત રાજ્યના બે મોટા કેબિનેટ મંત્રી અચાનક ચર્ચામાં આવી ગયા આ ચર્ચામાં આવ્યા નું મુખ્ય કારણ શું છે તે તો હવે આવનાર સમય બતાવશે. પરતું હાલ સમગ્ર ગુજરાત અને ખાસ કરી ને ભાજપ રાજકારણ અચાનક થી ચર્ચામાં આવી ગયું જેનું મુખ્ય કારણ એ આવ્યું સામે કે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના બે મોટા નિર્ણય સામે આવ્યા જ્યાં બે સીનિયર મંત્રી પાસે થી તેમના ખાતા (હોદ્દા )અચાનક થી છીનવીલેવામાં આવ્યા જેમાં એક છે "રાજેન્દ્ર ત્રિવેદી કે જેમની પાસેથી મહેસૂલ ખાતુ છીનવાયું" અને બીજા કોણ છે કે જેમણે કોંગ્રેસ ની કમર તોડવામાં મહત્વની ભૂમિકા અદાકારી કેમ કે કોંગ્રેસના રાહુલ ગાંધીને સુરત કોર્ટના ધક્કા ખાતા કરતા એવા સુરતના નામચીન ભાજપ ના નેતા કહેવાતા એવા પૂર્ણેશ ભાઈ મોદી કે જેમની પાસે થી પણ માર્ગ મકાન ખાતુ છીનવી લેવાયું.
જ્યાં મહત્વનું છે કે આવી અચાનક થયેલી ઉથલ પાથલ થી ભાજપ માં પણ શું ચાલી રહ્યું છે તે ખરે ખર કોઈની પણ સામજ થી પરે છે તેમ કહેવાય તો કોઈ બે મત નથી. જ્યાં હવે આ બંને મોટા નેતાઓ ના હોદ્દા કોણ સંભાળશે તે પણ અટકળો નો અંત આવ્યો છે જ્યાં આ બંને ની જગ્યા લેશે એક જગદીશ વિશ્વકર્મા જે માર્ગ મકાન ખાતુ સંભાળશે અને બીજું મહેસૂલ વિભાગનો હવાલો હવે થી સુરતના લોક લાડીલા કહેવાતા એવા આપણા અત્યારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી. હર્ષ સંઘવીને સોંપાયો છે. જ્યાં આવતી કાલે ગુજરાત ભાજપ અધ્યક્ષ C.R. પાટીલ ની અધ્યક્ષતામાં કમલમ ખાતે એક મહત્વની બેઠક નું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતનું રાજકરણ અને ખાસ કરી ને ભાજપ શું રણનીતિ બનાવશે તે આવતી કાલે દરેક ની સામે આવી જશે.
જ્યાં મહત્વનું છે કે એવું તો શું થયું કે અચાનક થી આ બંને નેતા પાસેથી તેમના ખાતા છીનવાયા તેની પછળના સમીકરણો શું હોય શકે તે પણ આવતી કાલની C.R. પાટીલ ની કમલમ ખાતેની મીટીંગ પછી સામે આવી શકે એમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application