Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

'પુષ્પા-2'ની શૂટિંગ કરીને પરત ફરી રહેલ કલાકારોની બસને અકસ્માત નડતા બે આર્ટિસ્ટ ઈજાગ્રત થયા

  • May 31, 2023 

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાં સ્ટારર ફિલ્મ પુષ્પા-ધ રાઈઝની સફળતા બાદ હવે ચાહકો તેમની ફિલ્મ પુષ્પા: ધ રૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તાજેતરમાં જ પુષ્પા-2ને લઈને મોટી જાણકારી સામે આવી છે. સૂત્રો અનુસાર પુષ્પા-2નાં કલાકાર જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તેને અકસ્માત નડ્યો જેમાં બે કલાકાર ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આંધ્રપ્રદેશથી હૈદરાબાદ પુષ્પા-2ની શૂટિંગ કરીને પરત ફરી રહેલી કલાકારોની બસ દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ.



નલગોંડા હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઈવે પર નરકટપલ્લીમાં કલાકારોની બસ એક આર.ટી.સી. બસ સાથે ટકરાઈ ગઈ. આ ઘટનામાં બે આર્ટિસ્ટને ખૂબ ઈજા પહોંચી જે બાદ ઈજાગ્રસ્ત કલાકારોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા. આંધ્રપ્રદેશનાં શ્રીકાકુલમ જિલ્લામાં ફિલ્મ પુષ્પા-2નાં શૂટિંગ શેડ્યૂલને પૂર્ણ કર્યા બાદ જ્યારે કલાકાર પોતાની ખાનગી બસમાં હૈદરાબાદ જઈ રહ્યા હતા.



તે દરમિયાન ડ્રાઈવરે કંઈક તકનીકી પ્રોબ્લેમના કારણે પોતાની બસને રોડના કિનારે રોકી દીધી. જાણકારી અનુસાર કલાકારોથી ભરેલી બસનાં ડ્રાઈવરે આર.ટી.સી. બસને નોટિસ કરી નહીં અને તે તેની સાથે ટકરાઈ ગઈ જેના કારણે બે કલાકારોને ઈજા પહોંચી. જયારે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'પુષ્પા-2' 2024માં થિયેટરમાં રિલીઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News