મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ઓટા ચાર રસ્તા પાસેના સોનગઢથી વ્યારા જતાં રોડ પર જાહેરમાંથી અને નવા RTO પરના સુરત-ધુલિયા હાઈવે રોડ પરથી અલગ-અલગ બે જણા જેમાં એક બાઈક ચાલક અને કાર ચાલક પાસેથી વગર પાસ પરમિટે વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એક મહિલા સહીત બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ 12/૦૩/2024નાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં નીકળ્યા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક બાઈક ચાલક પોતાની બાઈકનાં આગળનાં ભાગે ઈંગ્લીશ દારૂ ભરી સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી પસાર થનાર છે જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળી મોપેડ બાઈક ચાલક નંબર GJ/26/AC/9490નાં ચાલકે ઝડપી પાડી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સુરેશભાઈ પ્રવીણભાઈ માવચી (રહે.ખેખડા ગામ, ગોકુળ નગર, પાણીની ટાંકી પાસે, નવાપુર, તા.નંદુરબાર, જિ.મહારાષ્ટ્ર)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાઈકના આગળના ભાગે અને ડીકીમાં ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 48 નંગ બોટલો મળી આવી હતી. જયારે આ પ્રોહી. મુદ્દામાલ વિશે પૂછતા આ દારૂનો જથ્થો બારડોલી ખાતેની મહિલા દીપિકાબેન આપવાનો હોવાથી આ કામે મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી.
આમ, પોલીસે વિદેશી દારૂની બોટલો, બાઈક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 28,600/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જયારે બીજા બનાવમાં કાર નંબર GJ/26/AB/3096 માંથી કિરણ દામુભાઈ ગાવિત (રહે.સુંદરપુર ગામ, જૂનાં સરપંચ ફળિયું, તા.ઉચ્છલ)ને ઝડપી પાડી તપાસ કરતા કારની ડીકી માંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનાં કુલ 6 નંગ બોક્ષ દારૂની નાની-મોટી મળી કુલ 120 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 26,400/- હતો ત્યારબાદ પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, નવાપુર ખાતેનો ભૂરિયા જેનું પૂરું નામઠામ ખબર નથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો, કાર અને એક નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 3,26,900/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ બંને યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એક મહિલા સહીત બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500