સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એ.એસ.આઇ. શૈલેષભાઈ માનસિંગભાઈ તથા અ.હે.કો. ચિરાગકુમાર જયંતિલાલ તથા અ.હે.કો અમરતજી રાઘાજીનાઓને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, બારડોલી તાલુકાના વાઘેચ ગામ ખાતે રહેતા મગનસિંગ ઉર્ફે ગોટીસિંગ સંગ્રામસિંગ ચુંડાવત તથા અર્જુનસિંગ સંગ્રામસિંગ ચુંડાવતે પુણી ગામની સીમમાં ગોજારીવગો નહેરની બાજુમાં પુષ્પાબેન દેસાઈના ખેતરના શેઢા પાસે એક આઇસર ટેમ્પોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેના મળતીયાઓ સાથે મળી વિદેશી અલગ અલગ વાહનોમાં દારૂનો જથ્થો હાલમાં સગેવગે કરવાની પેરવીમાં છે. જે બાતમીના આધારે પુની ગામની સીમમાં બાતમીવાળી જગ્યા ઉપર રેઇડ કરી હતી. આ ટેમ્પોમાંથી પોલીસે દારૂની બોટલો અને ટીન બિયર કુલ બાટલી નંગ ૪૮૩૬ જેની કિંમત રૂપિયા ૬,૮૮,૩૬૮/-, આઇસર ટેમ્પો મળી કુલ રૂપિયા ૨૧,૮૮,૩૬૮/-નો મુદ્દામાલ કબજે કરી આરોપી મગનસિંગ ઉર્ફે ગોટીસિંગ સંગ્રામસિંગ ચંદુવત (રહે.વાઘેચ, તા.બારડોલી), અર્જુનસિંગ સંગ્રામસિંગ ચુંડાવત (રહે.વાઘેચ,તા.બારડોલી)ને પકડી પલસાણા પોલીસને સોંપ્યા હતા. જયારે પોલીસ ચોપડે ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500