નવસારી ગ્રામ્ય પોલીસે વાપીથી કડોદરા તરફ જતી એક ટ્રક માંથી રૂપિયા 1.12 લાખનો વિદેશી દારૂ સાથે બે’ની અટક કરી એક’ને ફરાર જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસને મળેલ બાતમીને આધારે આમડપોર બ્રીજ પાસે ઉતરતા રોડ ઉપર ટાટા ટ્રક નંબર GJ/15/UU/1866 આવતા તેમાં તપાસ કરતા કેબિનમાં 27 પૂંઠામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કી તથા ટીન બીયરની બોટલો નંગ 1128 જેની કિંમત રૂપિયા 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જયારે ટ્રકનાં ચાલક પિન્ટુસિંગ મખન્યુસિંગ (રહે.ભીલાડ, મુળ યુપી)નાની અટક કરતા તેણે જણાવ્યું કે, આ વિદેશી દારૂ ઉમરગામનાં કિરણ ધર્મપાલ શેટ્ટી (રહે.ઢેલી ગામ, જી.વલસાડ) અને મહેશ સુબેદારસિંઘ ઠાકુર (રહે.સંજાણ)નાએ ટાટા ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો. જયારે વાપીમાં મહેશ ઠાકુર પોલીસનાં હાથે ઝડપાઇ ગયો હતો. જ્યારે કિરણ શેટ્ટીને ફરાર જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500