Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ અને વ્યારામાં બે જુદાજુદા વાહનોમાંથી ઈંગ્લીશદારૂના જથ્થા સાથે બે જણા પકડાયા,ત્રણ વોન્ટેડ

  • February 05, 2023 

સોનગઢ અને વ્યારાના માર્ગે ઈંગ્લીશદારૂની હેરાફેરી કરતા ખેપિયાઓએન ઝડપી પાડવામાં જિલ્લા એલસીબી ટીમને સફળતા મળી છે. કાર અને ટેમ્પોમાંથી ઈંગ્લીશદારૂના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જયારે ત્રણ જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.





હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામભાઈની ફરિયાદના આધારે ઈંગ્લીશ દારૂ અને કાર મળી કુલ રૂપિયા ૧,૮૬,૭૦૦/- નો મુદ્દામાલ કબજે કરાયો 

તાપી જિલ્લા એલસીબી શાખાનો સ્ટાફ સોનગઢ તેમજ વ્યારા વિસ્તારમાં ગતરોજ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હેડકોન્સ્ટેબલ લેબજીભાઈને મળેલ બાતમીના આધારે વ્યારાના તાડકુવા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ના ઓવર બ્રીજ પરથી એક સ્વીફ્ટ કાર નંબર જીજે/૦૫/સીએલ/૧૯૬૮ ને ઝડપી પાડી તપાસ કરતા કારમાંથી ઈંગ્લીશદારૂની નાની મોટી કુલ ૮૮ બોટલો જેની કિંમત રૂપિયા ૩૧,૭૦૦/- ના ઈંગ્લીશદારૂની મુદ્દામાલ સાથે કાર ચાલક પ્રમોદ ધર્મેશભાઈ આહિરે રહે, નાને ગણપતી મંદિર પાસે,થાના-શિરૂડ-ધુલિયા (મહારાષ્ટ્ર) નાને ઝડપી પાડ્યો હતો, પોલીસની વધુ તપાસમાં કારમાં દારૂ ભરી આપનાર નવાપુરની કાકા વાઈન શોપના માલિક/સંચાલક અને દારૂ મંગાવનાર બારડોલીનો પઠાણ નામના બુટલેગરનો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, આ મામલે હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામભાઈની ફરિયાદના આધારે ઈંગ્લીશ દારૂ અને કાર મળી કુલ રૂપિયા ૧,૮૬,૭૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાકરાપાર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.




હેડ કોન્સ્ટેબલ અનિરુધ્ધસિંહની ફરિયાદના આધારે  ઈંગ્લીશ દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૪,૦૧,૩૦૦/-નો મુદ્દામાલ કબજે કરાયો 

જયારે બીજા બનાવમાં હેડ કોન્સ્ટેબલ બિપીનભાઈ અને પ્રકાશભાઈને મળેલ બાતમીના આધારે સોનગઢના માંડલ ગામના ટોલ નાકા પાસેથી એક ટેમ્પો નંબર એમએચ/૧૫/એચએચ/૧૧૫૩ ને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાંથી કાંદાની ગુણોની આડમાં સંતાડી લઇ જવાતો ઈંગ્લીશદારૂ કુલ બાટલીઓ નંગ ૪૦૮ જેની કિંમત રૂપિયા ૮૮,૮૦૦/-નો પ્રોહી મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક મનિષભાઈ સંતોષભાઈજૈન રહે, યશફીન હોસ્પિટલની સામે નવસારી નાને ઝડપી પાડ્યો હતો,વધુ તપાસમાં નાસિકના ડીંડોરી ઈંગ્લીશદારૂ ભરી આપનાર રાજા પવાર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ અનિરુધ્ધસિંહની ફરિયાદના આધારે ઈંગ્લીશ દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૪,૦૧,૩૦૦/-નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application