Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસની કામગીરી : ભેંસોને ટ્રકમાં ગેરકાયદે ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જતા બે ઝડપાયા

  • February 01, 2025 

સોનગઢ પોલીસે બાતમીના આધારે ગતરોજ મોડી રાત્રે ટ્રક નંબર જીજે/૨૭/ટીડી/૭૩૦૪ને અટકાવી તપાસ કરતા તેમાં ખીચોખીચ ભરેલ ભેંસો મળી આવી હતી. ભેંસોને વાહનમાં ભરીને લઈ જવા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પણ ન હતું.


તેથી પોલીસે ભેંસોને ટ્રકમાં ગેરકાયદે ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જતા ટ્રકમાં ચાલક યાસીનખાન ઈબ્રાહીમખાન બલોચ અને તેની સાથેના ઈસમ અબ્બાસખાન રસુલખાન બલોચ (બન્ને રહે.સિધ્ધપુર રસુલ તળાવ,તા.સિદ્ધપુર,જી.પાટણ)ની અટક કરી હતી. આ ભેંસોને હેરફેર કરવા ટ્રક આપનાર હાપાણી મહંમદ ઓવેસ યાસીખાન અને ભેંસો ભરી આપનાર લખમુદ્દીન નાગોરી નામના બે ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસે રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતની એક ભેંસ ગણી રૂપિયા ૫,૭૦,૦૦૦ની કિંમતની ૧૯ નંગ ભેંસોને છોડાવી હતી. આ ગુનામાં પોલીસે ૧૦.૦૦ લાખની કિંમતના ટ્રક અને મોબાઈલ ફોન મળી કૂલ રૂપિયા ૧૫,૮૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application