Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાગબારાનાં ધનસેરા ચેકપોસ્ટ પરથી ટ્રકમાં ક્રુરતા પુર્વક બાંધી પશુ લઈ જતાં બે ઝડપાયા

  • August 09, 2023 

નર્મદા જિલ્લાનાં સાગબારા તરફથી અવાર નવાર મૂંગા પશુઓ ભરી જતા વાહનો પકડાઈ છે જેમાં હાલમાં પણ એક ટ્રક માં ભેંસો ભરી જતાં પોલીસે પકડી ગુનો દાખલ કર્યો છે. સાગબારા પોલીસે બાતમીના આધારે ધનસેરા ચેકપોસ્ટ પરથી એક ટ્રક ભેંસોના માલીક તથા ક્લીનર અને ટ્રક માલીક એક બીજાના મેળાપી પણામાં રહી ગેરકાયદેસર રીતે રાજ્ય માંથી ભેંસો તેમજ દુધાળા પશુઓની રાજ્ય બહાર નિકાશ બંધ હોવા છતાં બંધ વાહનમા કુલ 9 નંગ ભેંસો તથા 6 નંગ ભેંસોના બચ્ચા ને અતિ ક્રુરતા પુર્વક ટ્રક મા ખિચો ખીચ ભરી ટુંકી દોરી વડે બાંધી, તથા ખાવા માટે કોઇ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા તથા તેઓને ઉભા રહેવા માટે તળીયે રેતી કે માટી નહી રાખી તેમજ તેમના પ્રાથમિક ઉપચાર માટે કોઇ પણ મેડીકલ સાધનની વ્યવસ્થા નહી રાખી ટ્રકો મા ભરેલ ભેંસો અને તેના બચ્ચા મળી કુલ નંગ-15 કે જેની 5.70 લાખ તથા ટાટા ટ્રક મોબાઈલ ફોન મળી કુલ 10.73 લાખ,000નાં મુદ્દામાલ સાથે બાબુ તડવી, (રહે.ભરૂચ, મકતમપુરા) અને નરેંદ્રસિંહ રતનસિંહ બારીયા (રહે.ભરૂચ, મકતમપુરા) નાઓ પકડાઈ જઇ તેમજ વાહન માલીક હાજી યુનીશ ખુશાલ રહે.ભરૂચ મહંમદપુરા ભેંસોના માલીક પ્રવિણ ભાઇ ધીરૂભાઇ જામકને વોન્ટેડ જાહેર કર્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application