Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંગરોળના હથોડા ગામેથી ટેમ્પામાં ખીચોખીચ પશુઓ ભરી કતલખાને લઈ જતા બે ઝડપાયા

  • September 07, 2024 

માંગરોળના હથોડા ગામેથી પીકઅપ ટેમ્પામાં ખીચોખીચ પશુઓ ભરીને રાંદેર કતલખાને લઈ જવાતા ૧૧ પશુઓને સાયણના ગૌરક્ષકએ સાંધીએર ગામના બંધુઓની મદદથી મોતના મુખમાંથી બચાવ્યા હતા. સાયણની નિલમ સોસાયટીમાં રહેતા ગૌરક્ષક રામ તુલસીભાઈ પેથાણીને ગત તારીખ ૦૫ના રોજ સવારે તેના સાથીદારોએ બાતમી આપી હતી કે, મહિન્દ્રા પીકઅપ ટેમ્પા નંબર જીજે/૧૯/વાય/૨૪૬૪માં માંગરોળના હથોડા ગામેથી પશુઓ ભરી ચાલક હથોડાથી છાપરાભાઠા રોડથી વાયા દેલાડ થઈ ઓલપાડના અટોદરા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો છે.


જેથી ગૌરક્ષકોએ છાપરાભાઠા રોડ ઉપર વોચ ગોઠવી હતી. પરંતુ ટેમ્પાનો ચાલક દેલાડથી ઓલપાડ તરફના ભાગતા તેનો પીછો કરી સાયણ આઉટ પોસ્ટ ચોકીમાં ફરજ બજાવતા સાંધીએર ગામના ધવલ આહિરને એલર્ટ કર્યા હતા. જેથી ધવલ આહિરે સાંધીએરના આહિર બંધુઓ સાથે ખોડિયાર માતાના મંદિર નજીક રોડ ઉપર ટ્રેક્ટર આડું કરી ત્યાંથી પસાર થતાં પીકઅપ ટેમ્પાને આંતરી ઝડપ્યો હતો. ગૌરક્ષકોએ ટેમ્પામાં ભરેલા ૧ ભેંસ, ૩ નાની પાડી તથા ૭ નાના પાડા મળી કુલ ૧૧ પશુઓ કિંમત રૂપિયા ૩૬,૫૦૦/-ને ઉગાર્યા હતા.


આ પશુઓને ઘાસચારો કે પાણીની સુવિધા વિના દોરડાથી બાંધી પરમિશન વિના લઈ જવાતા હતા. જેથી પોલીસે મુળ મહારાષ્ટ્રના બંને પૈકી ટેમ્પાનો ચાલક નાજીમ સલીમ શેખ(ઉ.વ.૨૨., હાલ રહે.ઉમરવાડા, ગોલ દવાખાના, સલાબતપુરા, સુરત) તથા ક્લીનર ઈબ્રાહીમ બિસ્મિલ્લાહ સૈયદ (ઉ. વ.૨૨., હાલ રહે.ઘર નં-૦૩,કમરૂ નગર .બિલ્ડીંગ નં-૦૭, મીઠી ખાડી, લિંબાયત, સુરત)ને દબોચી પૂછપરછ કરતા આ પશુઓ સુરતના રાંદેર કતલખાને મોકલવા માટે અટોદરા ગામ પાસે ઉતારવાના હોવાનું જણાવ્યું હતું. પોલીસે કુલ રૂપિયા ૫,૪૯,૫૦૦/-નાં પશુઓને અંત્રોલી ખાતેના પાંજરાપોરમાં મોકલી આપ્યા હતા. ગૌરક્ષક રામ તુલસીભાઈ પેથાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News