Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં દ.ગુ.વીજ કંપનીનો સરસામાન ચોરી કરી લઇ જતા બે પકડાયા

  • June 25, 2022 

સોનગઢના શિવાજી નગરમાંથી દ.ગુ.વીજ કંપનીનો લોખંડના વી-ક્રોસઆર્મ સહિતનો સરસામાન ચોરી કરી લઇ જતા જુદીજુદી બાઈક સાથે બે જણાને પોલીસ સ્ટાફના માણસોએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી આનુસાર સોનગઢના શિવાજીનગરમાંથી તા.૨૪મી જુન નારોજ દ.ગુ.વીજ કંપનીનો લોખંડના વી-ક્રોસઆર્મ લઇ જતા હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ બાઈક નંબર જીજે/૨૬/૧૧૨૪ અને હોન્ડા કંપનીની સ્પેલેન્ડર પ્લસ બાઈક નંબર જીજે/૨૬/એચ/૩૭૫૪ને ઝડપી પાડી (૧) સુલેમાન જયંતીલાલ ભીલ (ઉ.વ.૨૮) રહે.કુકડાડુંગરી,ડુંગરી ફળીયું- સોનગઢ નાએ પોતાનાં કબજાની બાઈક ઉપર (૨) રમેશભાઇ અગરીયાભાઇ ગામીત (ઉ.વ.૪૨) રહે,બોરપાડા, નિશાળ ફળીયું-સોનગઢ નાએ પોતાનાં હોન્ડા કંપનીની સ્પેલેન્ડર બાઈકની ઉપર દ.ગુ.વીજ કંપનીનો લોખંડના વી-ક્રોસઆમઁ,નંગ-૦૯ કિ.રૂ.૪,૩૨૦/- સી-કેલ્મ, નંગ-૦૯, કિ.રૂ.૩૯૬/- ટોપ,નંગ-૦૭ કિ.રૂ.૯૮૭/- ટોનબકલ,નંગ-૦૨ કિ.રૂ.૨૩૦ પોલીમર પીન નંગ-૦૧ કિ.રૂ.૨૦૯ ગાયપેડ,નંગ-૦૧ કિ.રૂ.૪૪ કુલ્લે કિ.રૂ.૬,૧૮૬/- નાં ચોરીના મુદામાલ સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.


બનાવ અંગે સની પ્રફુલકુમાર મઢવી મુળ રહેવાસી- B-301, સિલવરા ક્રેસ્ટ એપાર્ટમેન્ટ ગ્રીન સીટી રોડ પાલ, સુરત શહેર સુરત, હાલ રહેવાસી- હાથી ફળિયા સોનગઢ નાઓએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદના આધારે બંને ચોરટાઓને પોલીસ ઝડપી પાડ્યા હત્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application