વલસાડનાં સાયેલી નંદન પેટ્રોકેમ લિમિટેડ કંપનીના તેલના ડબ્બા સાથે ગ્રાહકો માટે આવતા કૂપનમાં રૂ.૧૦ રૂપિયાથી લઈને ૨૦૦ રૂપિયા સુધીની ઘણા બધા કૂપન ચોરાઈ ગઈ હતી. તેથી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. દરમિયાન ચોરીની કૂપન પૈકી એક કૂપન ભીવંડી ખાતે સ્કેન કરવામાં આવી હોવાની વિગત મળતા પોલીસ ટીમને ભિવંડી અને મુંબઈ મોકલવામાં આવી હતી.
જ્યાં કૂપન સ્કેન કરવામાં આવ્યું હતું તે લોકોની પૂછપરછ કરાતા એક આરોપી પકડાયો હતો. જેનું નામ કુલદીપ હતુ. તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કુલદીપ અગાઉ દાનહની કંપનીમાં કામ કરી ચૂક્યો છે અને તેથી જ તે જાણતો હતો કે આ કૂપનને પૈસામાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય. કુલદીપની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે તાજેતરમાં કંપનીમાં કામ કરતા શિવકુમારે આ કૂપન ચોરીને તેને મોકલી હતી. જે બાદ શિવકુમાર પણ આ ગુનામાં પકડાઈ ગયો હતો અને તેણે પણ પોતાને ગુનો કબૂલી લીધો હતો. આરોપીઓએ લગભગ ૪,૮૯,૮૫૦ની કૂપન ચોરી હતી. આમ, પોલીસે તેમના કબ્જામાંથી ૮૪ કૂપન તથા રોકડ રિકવર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025