Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પામાં બનાવેલ ચોરખાના માંથી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા, બે વોન્ટેડ

  • May 26, 2022 

વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીનાં આધારે ધરમપુર ચોકડી બ્રિજ પાસેથી બતમી વાળી એક બોલેરો પિકઅપને અટકાવી ચેક કરતા બોલેરો પિકઅપમાં બનાવેલા ચોર ખાનામાંથી દારૂની 742 બોટલ સાથે ચાલક અને અન્ય એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે દારૂનો જથ્થો ભરાવી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ એલસીબીની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.




જે દરમિયાન એલસીબીની ટીમને બોલેરો પિકઅપ નંબર GJ/05/BU/2566માં બનાવેલા ચોર ખાનામાં સેલવાસથી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો પિકઅપ ટેમ્પો આવતા ટેમ્પો ચાલકને રોડની સાઈડ ઉપર લાવી ચેક કરતા પિકઅપ ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાંથી 742 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.



જયારે પોલીસે દારૂના જથ્થા સાથે રિઝવનખાન મહેબૂબખાન પાઠણ અને મોહમદ જુબેર સુલેમાન હાફીઝને ઝડપી પાડી પ્રાથમિક પૂછપરછ કરતા સેલવાસથી સંદીપ નામના ઇસમે દારૂનો જથ્થો ભરાવી સુરત ખાતે અકરમ નામના ઇસમને આપવાનો હોવાની કબૂલાત કરી હતી. જેથી વલસાડ એલસીબીની ટીમે બંને ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસે દારૂનો જથ્થો, પિકઅપ ટેમ્પો અને 3 મોબાઈલ મળી કુલ રૂપિયા 6 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application