મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હીનાં રહેવાસીની આધારકાર્ડની માહિતી ચોરી ગેરકાયદેસર રીતે વેચનારા બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-6નાં અધિકારીએ ધરપકડ કરી છે. ચેમ્બુરમાં આરોપીનાં ઘરે છાપો મારીને પોલીસે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ પોન, સીમકાર્ડ જપ્ત કર્યા છે. બંનેએ અત્યાર સુધી હજારો વ્યક્તિના ડેટા ચોરી કર્યા હોવાની પોલીસને શંકા છે. આરોપીએ બે વેબસાઇટ બનાવી હતી.
આ એપ્લીકેશન દ્વારા મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત રાજ્યનાં રહેવાસીનાં નામ એડ્રેસ, નવા અને જૂના મોબાઇલ ફોન નંબર, આધારકાર્ડ, ઇ-મેલ આઇડી, જન્મતારીખ, પરિવારના સભ્યોની માહિતી તેઓ મેળવતા હતા આની માહિતી ક્રાઇમબ્રાન્ચ યુનિટ-6નાં સિનિયર પોલીસ ઇન્સ્પેકટરને મળી હતી. ત્યારબાદ પોલીસે આ બંને વેબસાઇટનાં માદ્યમથી કેવીરીતે માહિતીનું ખરીદી વેચાણ થાય છે એની પોલીસે તપાસ કરી હતી. છેવટે બે મહિનાની ઝીણવટભરી તપાસ બાદ આરોપીના નિવાસસ્થાન, ઓફિસની માહિતી મેળવી પોલીસે બંનેને ઝડપી લીધા હતા. જયારે એક સાથીદાર ફરાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500