Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

  • August 21, 2022 

સુરત જિલ્લા એલ.સી.બી પોલીસ તથા કડોદરા પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી પ્રોહીબિઝન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નાથવા કાર્યવાહી કરાઈ હતી,બારડોલી પોલીસ મથક તેમજ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથક હદ વિસ્તારમાં બે આરોપીઓ વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા,જે બન્ને આરોપીઓની પોલીસે અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા છે.




બારડોલી તાલુકાના નિઝર ગામે માહ્યાવંશી ફળિયામાં રહેતો આરોપી આયુષ ઉર્ફે ઝીલું પ્રવીણ માંહ્યાવંશીની અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે,જ્યારે કડોદરાનાં શ્રી નિવાસ,ગ્રીન સીટીમાં, મકાન નં-106 માં રહેતા રવિ ઉર્ફે ગોવિંદ રઘુનાથ ખટીકને ઝડપી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application