Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીનાં ગુન્હામાં બે આરોપી ઝડપાયા

  • December 24, 2024 

તાપી જિલ્લામાં ઘરફોડ તથા ચોરી જેવા બનાવો ઉપર નિયંત્રણ લાવવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હતી જેમાં કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ૧૨/૧૨/૨૦૨૪ નાંરોજ ફુલવાડી ગામનાં મુખ્ય રોડ ઉપર આવેલ વોડાફોનના ટાવરનાં સેલ્ટર રૂમનાં અંદરથી કોઇ અજાણ્યા ચોર ઇસમે ઈન્ડસ મોબાઇલ ટાવરના સેલ્ટર રૂમની અંદર પ્રવેશ કરી, સેલ્ટર રૂમમાં ફિટ કરેલ વરલા પ્લસ 600 AH બેટરીઓ નંગ ૨૪ મળી કુલ્લ કિંમત રૂપિયા ૭૨,૦૦૦/-ની ચોરી કરી ચોરટાઓ ફરાર થઈ ગયા હતા.


જે ગુન્હા સંદર્ભે કુકરમુંડા પોલીસે ગત તારીખ ૧૭/૧૨/૨૦૨૪નાં રોજ મુખ્ય આરોપી મોબાઈલ ટાવરનાં ટેકનીશીયન અનિલ મધુકરભાઈ પટેલ (રહે.વલ્લભ નગર, તા.નિઝર)ને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે આ ગુન્હા અંગે વધુ તપાસ હાથ ધરતા તારીખ ૨૨/૧૨/૨૦૨૪ નાંરોજ આરોપી અફઝલઅલી સરફરાજઅલી સૈયદ (ઉ.વ.૩૫., રહે.ગરીબ નવાઝ કોલોની, તા.શાહદા., જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) અને અનવર કૌસર ગુલામ રશુલ શેખ (ઉ.વ.૪૫., રહે.શાહદા, ગરીબ નવાઝ કોલોની, તા.શાહદા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાઓની ધરપકડ કરી હતી. જોકે પોલીસે આ ગુન્હા માટે ઉપયોગ કરવામાં આવેલ પીળા કલરનું કેરીયર ટેમ્પો રીક્ષા થ્રી-વ્હીલર જેની કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- કબ્જે કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application