નિઝરનાં નવલપુર ગામમાં બે ટ્રકો જુદા-જુદા સ્થળે પલ્ટી જવાની ઘટના બની હતી જેમાં કિસ્સામાં રાત્રિ દરમિયાન એક ટ્રક રોડની સાઈડમાં આવેલા ખેડૂતનાં ઘરનાં આંગણામાં ધસી જઈને પલ્ટી જતાં ઘરને નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ, ઉચ્છલ-નિઝર રોડ નવલપુર ગામમાંથી પસાર થાય છે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને જોડતી કડીરૂપ રસ્તા ઉપરથી આંતરરાજ્ય વાહનો ચોવીસ કલાક અવરજવર કરે છે. ગત તારીખ ૧૭/૧૨/૨૦૨૪ નાંરોજ સુરત તરફથી બટાકાની બોરી ભરીને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રક નંબર એમપી/૧૩/જીબી/૧૫૮૮નાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ઘરો નજીક પલટી ગઇ હતી. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજા બનાવમાં નવલપુર ગામની વચ્ચે બંધ બોડીની ટ્રક નંબર એમપી/૦૯/એચએચ/૩૨૧૦ રસ્તાની બાજુમાં ખેડૂત છગનભાઈ વળવીના ઘર ઉપર જ પલટી ગઇ હતી. જોકે ખેડૂત તથા તેમના પૌત્ર ઘરમાં સુતા હતા હોય જેઓ ટ્રકનાં ધડાકાનાં અવાજથી જાગી જઈને ઘરમાંથી બહાર ભાગી જતા ચમત્કારિક રીતે બચી ગયા હતા. ટ્રક મધ્યપ્રદેશમાંથી આશરે ૧૫ ટન જેટલું વજન ભરી સુરત તરફ જતી હતી. તે દરમિયાન અકસ્માત થયો હોવાની વિગત મળી છે. ખેડૂતના ઘરની દીવાલો તૂટી જવા સાથે પતરાં-થાંભલાને નુકસાન પહોંચ્યું થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application