Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંગરોળનાં મોસાલી ચાર રસ્તા ખાતેથી ગૌમાંસનાં ગુન્હામાં ફરાર બે આરોપીઓ ઝડપાયા

  • June 24, 2024 

માંગરોળનાં મોસાલી ચાર રસ્તા ખાતેથી ગૌમાંસના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા મુંજલાવ ગામના બે આરોપીને પોલીસે ઝડપી પાડયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંગરોળ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ચાર માસ અગાઉ નરોલી ગામેથી ગૌમાંસ સાથે ઝડપાયેલા આરોપીઓને ગૌમાંસ આપવાના માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના બે વોન્ટેડ આરોપી મોસાલી ચોકડી પાસે આવ્યા છે. જેથી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા વોન્ટેડ આરોપીઓ મોહમદ ઈદ્રિશ અયુબ ઘડિયા ઉર્ફે છોટાભાઈ તથા ઈબ્રાહિમ મહમદ ઈલ્યાસ કડોદિયા ઉર્ફે બીલાલ (બંને રહે. મુંજલાવ ગામ, તા. માંડવી, જિ. સુરત)નાંને ઝડપી પાડયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News