ઓરીસ્સાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનો જથ્થો ટેમ્પોમાં તાડપત્રીની નીચે સંતાડી સુરત સીટીમાં ડિલીવરી કરવા આવેલા બે ઓરીસ્સાવાસીઓને જિલ્લા એલસીબી અને ઍસઓજીઍ બારડોલીના માણેકપોર ગામે આવેલ સહયોગ હોટલના પાકિંગમાંથી ઝડપી પાડ્યા હતા. જિલ્લા પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા ૬૬.૧૦ લાખની કિંમતનો ૬૬૧ કિલોગ્રામ ગાંજા, ટેમ્પો, રોકડા રૂપિયા ૨૮ હજાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૭૩.૪૭ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. અને ગાંજાનો જથ્થો મોકલનાર અને ડીલીવરી લેવા આવનારને વોન્ટેડ બતાવ્યા છે.
જિલ્લા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ એલસીબીના માણસો ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતા તે વખતે પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે ઓરિસ્સાથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ટેમ્પોમાં ભરીને આવ્યો છે અને ટેમ્પો બારડોલીના માણેકપોર ગામેં આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં ઉભો છે જે બાતમીને ખરાઈ કર્યા બાદ બંને બ્રાન્ચના માણસોએ સંયુક્ત રીતે બાતમીવાળી જગ્યાએ પહોચી ટેમ્પો ચાલક દિવાકર કૂષ્ણચંદ્ર બહેરા (ઉ,વ, ૩૪.રહે, સમાગામ બારાપલ્લી સાહી પુરુષોત્તમપુર ગંજામ ઓરીસ્સા) અને ક્લીનર સુશાંત બનમાલી પ્રધાન (ઉ.વ.૩૭.રહે, સમાગામ બારાપલ્લી સાહી પુરુષોત્તમપુર ગજાંમ ઓરીસ્સા) ને ઝડપી પાડ્યા હતા અને ટેમ્પોમાં તપાસ કરતા તાડપત્રીની નીચે અલગ અલગ પ્લાસ્ટીકના કુલ ૩૯ કોથળા ગાંજામાથી કુલ ૬૬૧ કિલોગ્રામાં ગાજાનો જથ્થો કબજે કર્યો હતો જેની કિંમત રૂપિયા ૬૬,૧૦,૦૦૦ થાય છે. પોલીસે આ ઉપરાંત રોકડા ૨૮,૭૪૦, બે મોબાઈલ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૭૪,૪૭,૨૪૦નો મુદ્દામાલ કબજો કર્યો હતો.
વધુમાં આરોપીઓની પુછપરછમાં ગાંજાનો જથ્થો ઓરીસ્સાના ગંજામ જિલ્લામાથી ટેમ્પોમાં તાડપત્રીની નીચે સંતાડીને સુરત શહેરમાં ડીલીવરી કરવા માટે લાવ્યા હતા .અને સહયોગ હોટલમાં ટેમ્પોની ડિલીવરી લેવા માટે આવનારની રાહ જોઈને ઉભા હોવાની કબુલાત કરતા પોલીસે ગાંજાનો જથ્થો મોકલનાર અને જથ્થો ટેમ્પોમાં લેવા આવનારને વોન્ટેડ બતાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500