આજથી છ વર્ષ પહેલાં લિંબાયત વિસ્તારમાં પોતાની પત્ની સાથે આડા સંબંધ રાખનાર મિત્રની સાથી મિત્રની મદદથી હત્યાનો કારસો રચનાર આરોપી પતિ સહીત તેના મિત્રને એડીશ્નલ સેશન્સ જજ દેવેન્દ્ર એસ.જોશીએ ઈપીકો-302 સાથે વાંચતા 120 બીમાં આજીવન કેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી છે.
લિંબાયત ખાતે શિવકૃપા સોસાયટીમાં રહેતા મૂળ જલગાંવ મહારાષ્ટ્રના વતની આરોપી શરદ ઉર્ફે સિંકદર નંદુભાઈ રાઠોડને પત્ની લલિતાબેનને તા.30-9-2018ના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યે પોતાના મિત્ર કિશોર ઉર્ફે ખીચડી નિવૃત્તિ પાટીલ સાથે પોતાના મકાનમાં સાથે બેઠેલા જોયા હતા.
જેથી પત્ની સાથે આડા સંબંધ રાખવાની અદાવતમાં આરોપી શરદ ઉર્ફે સિકંદર રાઠોડે પોતાના સાથી મિત્ર ઉમેશ શાંતારામ પાટીલની મદદથી હાતીમ લુખ્ખા નામના શખ્શ મારફતે પોતાના ઘરે મરમ જનાર કિશોર ખીચડીને બોલાવ્યો હતો.
જેથી કિશોર ખીચડી આરોપી શરદના ઘરમાં આવતાં જ આરોપી શરદ તથા તેના મિત્ર ઉમેશ પાટીલે ઘરનો દરવાજો બંધ કરીને ઘાતક હથિયાર વડે હુમલો કરીને કિશોર ઉર્ફે ખીચડીની હત્યા કરી હતી. જે અંગે મૃત્તકની ફરિયાદી માતા શોભનાબેન નિવૃત્તિ પાટીલે પુત્ર કિશોર પાટીલનની હત્યા કેસમાં બંને આરોપીઓ વિરુધ્ધ લિંબાયત પોલીસમાં ઈપીકો-302,342 તથા 120 બીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસં આરોપી શરદ તથા તેના મિત્ર ઉમેશ પાટીલની ધરપકડ કરી જેલભેગો કર્યા હતા.
છ વર્ષ પહેલાં બનેલા હત્યાના કારસામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધના કેસની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સરકારપક્ષે એપીપી નિલેશ બી.ગોળવાળાએ કુલ ૩૨ સાક્ષી તથા ૨૨ દસ્તાવેજી પુરાવા રજુ કરીને સાંયોગિક પુરાવા આધારિત કેસની કડીને ક્રમબધ્ધ જોડી બતાવીને ફરિયાદપક્ષનો કેસ નિઃશકપણે પુરવાર કર્યો હતો. જેથી કોર્ટે બંને આરોપી શરદ ઉર્ફે સિકંદર રાઠોડ તથા ઉમેશ પાટીલને ઈપીકો-302 સાથે વાંચતા કલમ-120(બી)ના ગુનાામં આજીવન કેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.
કોર્ટે જણાવ્યું હતું કે, લગ્ન બાહ્ય સંબંધોની શંકાના કારણે જ્યારે ખુન કરવા જેવા ગંભીર ગુના બનતા હોય ત્યારે માત્ર પતિ-પત્ની પર જ નહીં પરંતુ તેમના બાળકો, કુટુંબીજનો તથા સમાજ પર પણ અસર થતી હોય છે. જેથી આવા નજીવી બાબતોના કારણે બનતા ગુના પર અંકુશ આવે તે માટે સમાજમાં દાખલો બેસાડવા મહત્તમ સજા કરવી ન્યાયના હિતમાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500