સોશિયલ મીડિયા સાઈટસ ટ્વિટરનો ઉપયોગ કરનારાની સંખ્યા ભલે ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂકની સરખામણીએ ઓછી હોય પણ ટ્વિટર હંમેશા ચર્ચામાં રહે છે. ટ્વિટરનાં નવા માલિક એલોન મસ્ક હવે ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા વ્યક્તિ બની ગયા છે. 193 અબજ ડોલરની સંપત્તિ સાથે અત્યારે દુનિયાના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિનુ સ્ટેટસ ભોગવી રહેલા એલોન મસ્ક હવે ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વ્યક્તિ પણ બની ગયા છે.
જોકે 51 વર્ષીય મસ્કે આ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પાછળ છોડી દીધા છે. મસ્કના ફોલોઅર્સની સંખ્યા વધીને 133,092,775 થઈ ગઈ છે. જ્યારે ઓબામાનાં ફોલોઓર્સની સંખ્યા 133,040,842 છે. ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતી ટોચની 10 હસ્તીઓમાં એક જ ભારતીય છે અને તે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 87.4 મિલિયન ફોલોઅર્સ સાથે આઠમા ક્રમે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500