ઈલોન મસ્કે ટ્વિટરનાં વધુ 4000 કર્મચારીઓને નોટિસ આપ્યા વગર હાંકી કાઢ્યા છે. ઈલોન મસ્કે જ તેની જાણકારી આપતી ટ્વીટમાં લખ્યું હતું કે, આ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. ટ્વિટરમાં કોન્ટ્રાક્ટ પર કુલ 5500 કર્મચારીઓ કાર્યરત છે. બીજી તરફ ટ્વિટર ખૂબ જ સ્લો થઈ જતાં મસ્કે યુઝર્સની માંફી માગી હતી. ટ્વિટરનાં નવા માલિક ઈલોન મસ્કે ટ્વિટરમાં કોન્ટ્રાક્ટ પર કાર્યરત કુલ 5500માંથી 4400ને નોટિસ આપ્યા વગર રવાના કરી દીધા હતા.
આ અંગેની જાણકારી ખુદ ટ્વિટરનાં માલિકે જ આપી હતી. મસ્કે કહ્યું હતું કે, નવીનીકરણનાં ભાગરૂપે આ કર્મચારીઓને રજા આપવામાં આવી છે. બીજી તરફ ટ્વિટર ખૂબ જ સ્લો થઈ જતાં વ્યાપક ફરિયાદ ઉઠી હતી. એ પછી ઈલોન મસ્કે ટ્વિટર યુઝર્સની માંફી માગતા કહ્યું હતું કે, હવે પછી ટ્વિટર સ્લો ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે અને ખાસ ટૂલ વિકસાવવાની દિશામાં પણ પગલાં ભરાઈ રહ્યા છે.
તમામ કંપનીઓને ટ્વિટર ખાસ સુવિધા આપશે કે જેના કારણે એ કંપનીઓને તેમની સાથે સંલગ્ન એકાઉન્ટની જાણકારી મળશે. મસ્કે ટ્વિટર કર્મચારીઓને અપાઈ રહેલા ફૂડની બાબતે એક મહત્ત્વપૂર્ણ જાણકારી આપી હતી. મસ્કે દાવો કર્યો હતો કે, વર્ષે ટ્વિટરનાં કર્મચારીઓનું ફૂડનું બિલ 1.3 કરોડ ડોલર યાને અંદાજે 105 કરોડ રૂપિયા જેટલું તોતિંગ આવે છે. મસ્કે તો ત્યાં સુધી કટાક્ષ કર્યો હતો કે, વર્ક ફ્રોમ કરતાં ટ્વિટરનાં કર્મચારીઓ ભલે ઓફિસ આવતા નથી, પરંતુ તેમનું લંચ બિલ કંપનીને તોતિંગ આવી રહ્યું છે. એમ કહીને મસ્કે ટ્વિટરમાં ચાલતી ગરબડો અંગે ઈશારો કર્યો હતો અને આ વ્યવસ્થા બંધ કરવાનો સંકેત આપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500