ઈલોન મસ્કએ જાહેરાત કરી છે કે, હવે ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રાઇબર્સ બે કલાકનો 8 જીબી સુધીનો વીડિયો અપલોડ કરી શકશે. તેમણે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. ઈલોન મસ્કે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું કે "ટ્વિટર બ્લૂ વેરિફાઇડ સબસ્ક્રાઇબર્સ હવે બે કલાક (8 જીબી)નો વીડિયો અપલોડ કરી શકશે એટલે કે, આ સેવા મેળવવા માટે યૂઝર્સે ટ્વિટર બ્લૂ સેવાનો લાભ લેવો પડશે અને ત્યારબાદ જ તે બે કલાકનો વીડિયો શેર કરી શકશે.
તાજેતરમાં, મસ્કે ટ્વિટરના નવા C.E.O.ની પણ જાહેરાત કરી હતી. તેમણે લિન્ડા યાકારિનોને ટ્વિટરના નવા C.E.O. બનાવ્યાં છે. માઇક્રોબ્લોગિંગ સાઇટના સીઇઓ બન્યા બાદ લિન્ડાએ પોતાના પ્રથમ ટ્વિટમાં ઇલોન મસ્કનો આભાર માન્યો હતો. આ સિવાય કંપનીએ ડાયરેક્ટ મેસેજ ફીચર પણ લોન્ચ કર્યું હતું. આના દ્વારા હવે યુઝર્સ ટ્વિટર પર ડાયરેક્ટ મેસેજ મોકલી શકશે અને તમામ મેસેજ એન્ક્રિપ્ટેડ હશે. એટલે કે, કોઈ પણ આ સંદેશાઓને ડીકોડ કરી શકશે નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500