ડાંગના આંગણે આવી પહોંચેલી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' ગુજરાતના વિસ વર્ષોના વિકાસની ગાથા સાથે, અનેકવિધ પ્રવૃત્તિઓ લઈને ડાંગના ડુંગરાઓ ખુંદી રહી છે. ત્યારે યાત્રાના ત્રીજા દિવસે, એટલે કે તા.૭/૭/૨૦૨૨ના રોજ આ યાત્રા જિલ્લા પંચાયતની ડોન બેઠકમા સમાવિષ્ઠ બાર ગામોને લાભાન્વિત કરશે.
'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના નિયત કરાયેલા રૂટ મુજબ આજે સવારે આ યાત્રા બોરખલ મુકામે પહોંચશે. અહી બોરખલ સહીત વિહિરઆંબા, ટાકલીપાડા, ગાયખાસ, ઉબરપાડા, અને તેમ્બ્રુનઘર્તાં ગામોના લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરવા સાથે, આ ગામોના કેટલાક વિકાસ કામોનુ ખાતમુહુર્ત અને લોકાર્પણ પણ, યાત્રા સાથે જોડાયેલા મહાનુભાવોના હસ્તે કરાશે. ત્યાર બાદ આ યાત્રા સાંજે લિંગા મુકામે પહોંચી ઉપર મુજબના કાર્યક્રમો કરશે. અહી સાંસ્કૃતિક કાર્યક્રમના સથવારે વિવિધ યોજનાકીય જાણકારી પણ ગ્રામજનોને પૂરી પડાશે. લિંગા ગામે વકાર્યા, કામદ, બીલમાળ, અંજનકુંડ, અને કોસબીયા ગામોના ગ્રામજનોને આ યાત્રાનો લાભ અપાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500