સુરતનાં માંડવી તાલુકાનાં પુના ગામે ઉશ્કેર ખુર્દ ફળિયામાં એવલ ફાર્મ હાઉસમાં રખેવાળ ઈસમે ફાર્મના રહેણાંકના મકાનો ભાડે આપ્યા હતાં. જોકે ભાડે રાખેલ મકાનોમાં જુગાર રમતા હોવાની માંડવી પોલીસને મળેલી બતમીના આધારે રેઈડ કરતાં બાર જુગારીઓને ઝડપાયા હતાં. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કીમ માંડવી રોડને અડીને આવેલ પુના ગામનાં ઉશ્કેર ખુર્દ ફળિયામાં ફાર્મ હાઉસ છે. જેની રેખેવાળી છગનભાઈ રાઠોડ કરે છે. જોકે રખેવાળ છગનભાઈ રાઠોડને 11,600/- આપી રહેણાંક મકાન ભાડે રાખ્યું હતું. જ્યાં તીન પત્તીનો જુગાર રમતા હતાં. જેની બાતમી માંડવી પી.આઈ.ને મળેલ બાતમીનાં આધારે પંચો સાથે પોલીસ કર્મીઓની ટીમ બનાવી પુના ગામે ફાર્મ પર રેઈડ કરી હતી.
જોકે સ્થળ ઉપરથી અબ્દુલ રઉફ પટેલ, યુસુફ ઉર્ફે પરવેઝખાન ઓટલાવાલા, નુર ઈસ્માઈસ ચાવળા, અબ્દુલ રહેમાન ઉર્ફે ગુડ્ડુ ફારકભાઈ પટેલ, વસીમ રફીક મુલતાની, ઈકબાલ અબ્દુલ બીડીવાલા, શહાદત અલી નવાબઅલી મારબલવાલા, સઈદ અહેમદ ફૂટવાલા, સલીમ રફીક ફણીવાલા, મોહમંદ રીઝવાન બોમ્બેવાલા, અબ્દુલ કાદીર મહંમદ ચાવાલા અને કાદીર ઉર્ફે બાયુ મોઈદ્દિન શેખ આબાદ ઝડપાયા હતાં. આમ, પોલીસે રમતમાં મુકેલા રૂપિયા 1,13,230/- રૂપિયા તથા અંગ ઝડતીની 54,970/- રોકડા ઉપરાંત કાર વગેરે મુદ્દામાલ મળી મુદ્દામાંક્લ કબ્જે કર્યો હતો. જ્યારે છગનભાઈ રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500