Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્પેશ્યલ પીપી તરીકે તુષાર ગોકાણીની નિમણૂક કરવામાં આવી

  • May 28, 2024 

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મૃતકોના વધુ છ મૃતદેહોપરત સોંપવામાં આવ્યા છે. તેની સાથે સ્પેશ્યલ પીપી તરીકે તુષાર ગોકાણીને નીમવામાં આવ્યા છે. જો કે  સામાન્ય રીતે ડીએનએ ટેસ્ટમાં કમસેકમ 48 કલાકનો સમય જતો હોય છે. અત્યાર સુધીમાં કુલ નવ લોકોના ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા પૂરી થઈ છે. અત્યાર સુધીની તમામ ઘટનાઓમાં પહેલી વખત ડીએનએ ટેસ્ટના આટલા ઝડપી પરિણામ આપવાના આવ્યા. રાજકોટ ગેમઝોનની કરુણાંતિકા એફએસએલની ઝડપી સરાહનીય કામગીરી રહી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાઓની ઓળખ એફએસએલની મદદથી કરવામાં આવી રહી છે.


રાજકોટ અગ્નિકાંડના મૃતદેહો રાજકોટ સિવિલ લાવવામાં આવ્યા હતા. અગ્નિમાં બળી ગયેલા મૃતદેહો રીતસરનો કોલસો થઈ ગયા હતા. આ મૃતદેહોની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. તેના લીધે તેના માટે ડીએનએટેસ્ટની મદદ લેવાઈ છે. આ ડીએનએટેસ્ટ માટે તેમના નમૂના ગાંધીનગર સ્થિત ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.ફોરેન્સિક લેબોરેટરી આ નમૂનાઓની ચકાસણી કરીને તેના સગાસંબંધીઓ સાથે તેમનો ડીએનએ મેચ કરીને મૃતદેહની ઓળખ કરે છે. ગુજરાતના ઇતિહાસમાં કદાચ એફએસએલે પહેલી વખત આટલા બધા મૃતદેહોની આ રીતે ચકાસણી કરવાની આવી હશે. આમ છતાં પણ એફએસએલ તેનું કામકાજ ત્વરિત ગતિથી કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application