દેવઊઠી અગિયારસને વઘઈ અંબા માતાનાં મંદિર ખાતે રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસી માતાનો વિવાહ કાર્યક્રમ હતો. જેમાં ભરવાડ સમાજનાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં વઘઈનાં ભરવાડ સમાજના આગેવાન દેવાભાઈ સોહલાના ઘરેથી ભગવાન શ્રી કૃષ્ણનો વરઘોડો બેન્ડવાજા સાથે નીકળ્યો હતો. આતશબાજી રાસગરબા સાથે આ વરઘોડો સમગ્ર નગરમાં ફર્યો હતો. આ સાથે ભવ્ય મામેરું ભરવામાં આવ્યું હતું. જેમાં તુલસીમાતાને સૌળે શણગાર કરાયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application